રોમાંચક વન-ડેમાં શ્રીલંકાએ ઝિમ્બાબ્વેને 2 વિકેટે હરાવી શ્રેણીમાં 1-0થી આગળ થયું. જેનીથ લિયાનાગે 5 રન થી પોતાની સદી ચુક્યો
શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ની પ્રથમ ODI નું કોઈ પરિણામ આવ્યું નહતું.
ઝિમ્બાબ્વે ની ખરાબ શરૂઆત
ઝિમ્બાબ્વે ની બેટિંગ શરૂઆત્ત માં સારી રાઈ ન હતી. પ્રથમ ઓવર માંજ ઝિમ્બાબ્વે ની પહેલી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ કેપ્ટન ક્રેગ ઈરવિન દ્રારા ઝિમ્બાબ્વે ની પારી ને સંભાળી હતી. તેણે જોયલોર્ડ ગુમ્બી સાથે મળી ને 61 રન ની ભાગીદારી કરી હતી.
મહિષ થિક્સાનાએ જડપી 4 વિકેટ
શ્રીલંકા તરફ થી મહિષ થિક્સાનાએ 4 મહત્વ પૂર્ણ વિકેટ જડપી હતી. તેણે 9 ઓવર માં માત્ર 31 રન આપી એક મેડલ ઓવર સાથે 4 વિકેટ જડપી હતી. જેફરી વેન્ડરસે અને દુષ્મંથા ચમીરા એ પણ 2-2 વિકેટ જડપી હતી. જયારે દિલશાન મદુસંકા એ એક વિકેટ લીધી હતી. અને એક બેટ્સમેન રન આઉટ થયો હતો.
શ્રીલંકા ની ખરાબ શરૂઆત 53 રન માંજ ગુમાવી 4 વિકેટ
ઝિમ્બાબ્વે સામે 208 રન ચેજ કરી રહેલી શ્રીલંકા ની શરૂઆત પણ કોઈ ખાસ રહી ન હતી. શ્રીલંકા એ 1st પાવર પ્લે માં 2 વિકેટ ઉપર 41 રન જ બનાવ્યા હતા. ત્યારબાદ 53 રન માજ વધુ 2 બેટ્સમેન આઉટ થઇ ગયા હતા.
પૂછડીયા બેટ્સમેનો એ આપવી જીત
શ્રીલંકા એ ઝિમ્બાબ્વે સામે ની મેચ માં 208 રન ના નાના ટાર્ગેટ ને ચેજ કરવા માં પણ હાંફી ગઈ હતી. જેનિથ લિયાનાગ સિવાય બીજા મુખ્ય બેટ્સમેનો એ નિરાશ કાર્ય હતા. શ્રીલંકા એ 42.3 ઓવર માં 172 રન ઉપર 8 વિકેટો ગુમાવી હતી. અહીંથી શ્રીલંકા ને 45 બોલ માં 37 રન ની જરૂર હતી. જેફરી વાન્ડર્સ અને દુષ્મંથા ચમીરા એ 40 બોલ માં 39 રન ની ભાગીદારી કરી અને શ્રીલંકા ને 2 વિકેટે જીત આપવી.
11જાન્યુઆરી એ 3જી વનડે
શ્રીલંકા એ બીજી વનડે મેચ જીતી અને 1-0 થી લીડ મેળવી લીધી છે. શ્રીલંકા અને ઝિમ્બાબ્વે ની ૩જિ વનડે મેચ 11જાન્યુઆરી એ શ્રીલંકા ના કોલંબો ખાતે રમાશે.બંને ટીમો વચ્ચે પ્રથમ વનડે મેચ વરસાદ ના કારણે અનિર્ણિત રહી હતી.
Join the conversation