GSSSB Recruitment 2024: GSSSB ની વિવિધ 4304 જગ્યાઓ માટે ભરતી

GSSSB Recruitment 2024: GSSSB ની વિવિધ 4304 જગ્યાઓ માટે ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ હેઠળના (ગ્રુપ : A તથા ગ્રુપ: B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા (Gujarat Subordinate Services Class ꠰꠰꠰ ) (Group A –and Grup B) (Combined Competitive Examination ) માટે નીચે દર્શાવેલ જગ્યાઓ માટે સીધી ભરતી થી જગ્યાઓ ભરવા માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસે થી ઓજસ વેબસાઈટ ઉપર ઓનલાઇન અરજી મંગાવવામાં આવેલ છે. ઓજસ વેબસાઇટ પર અરજી કરવાની કરવાની પ્રક્રિયા આજથી જ એટલે કે તારીખ 04/01/2024 બપોરના 14.00 કલાક થી તારીખ 31/01/2024 સમય : 23.59 સુધી ઉમેદવારો તેમની અરજી ઓનલાઈન કરી શકશે.

GSSSB Recruitment 2024

અરજી કરતાં પહેલાં ઉમેદવારોએ ગૌણ સેવા પસંદગી મંડળ નું નોટીફીકેશન કાળજી પૂર્વક વાંચી પ્રમાણપત્રોમાં દર્શાવ્યા મુજબની વિગતો ઓનલાઈન ભરવાની રહેશે. ખોટી વિગત ભરવાને લીધે અરજી રદ ના થાય તે માટે વિગતો કાળજી પૂર્વક ભરવાની રહેશે. ઉમેદવારોએ પોતાની અરજી અને લાયકાત,જાતિ વગેરના પ્રમાણપત્રો મંડળને હાલ મોકલવાના નથી પરંતુ પોતાની પાસે સાચવી ને રાખવાના રહેશે. ઉમેદવારોએ મંડળની વેબ સાઈટ પણ જોતાં રહેવું જેથી મંડળ તરફથી આપનાર સૂચનાઓ મળતી રહે. મંડળ દ્વારા ઉમેદવારોને મોબાઈલ દ્વારા પણ સૂચનાઓ આપવામાં આવતું હોઈ ઉમેદવારો તેમનો ચાલુ હોય તેવો મોબાઈલ નંબર અરજી વખતે દર્શાવે તે ખૂબ જરૂરી છે.

પરીક્ષા ફી

બિન અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૫૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
અનામત વર્ગ ના ઉમેદવારો માટે ૪૦૦ રૂ પરીક્ષા ફી ભરવાની રહેશે
પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે
પરીક્ષા ફી ઓનલાઈન માધ્યમથી ભરવાની રહેશે અને જે ઉમેદવારો પરીક્ષામાં હાજર નહી રહે તેને પરીક્ષા ફી પરત નહી મળે.

શૈક્ષણિક લાયકાત

જે ઉમેદવારો ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી માટે અરજી કરવા માંગે છે તેઓ પાસે માન્ય બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.

GSSSB ભરતી માટે અરજી કેવી રીતે કરવી?

આ GSSSB Bharti 2024 માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ ઓજસ સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.
  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તમારુ ફોર્મ સબમીટ કરી, પ્રિંટ નિકાળી રાખો.
મિત્રો આ GSSSB Recruitment 2024 માટે તમારે ઓનલાઈન અરજી ફિ ભરવી ફરજીયાત છે, જે તમને પરત મળવાપાત્ર રહેશે.