ટી 20 વર્લ્ડ કપમાં આ વખતે પહેલી વાર અમેરિકાની ટીમ પણ રમી રહી છે અને તેની કેપ્ટનશીપ એક ગુજરાતી સંભાળી રહ્યો છે.
- ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમેરિકાની ક્રિકેટ ટીમ પણ રમશે
- અમેરિકાની ટીમનો કેપ્ટન બન્યો ગુજરાતના આણંદનો મોનાંક પટેલ
- 12 જુને ભારત સામે અમેરિકા રમશે પહેલી મેચ
ટી 20 વર્લ્ડ કપમાં આ ગુજરાતી ખેલાડી કરશે અમેરિકાની ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ
ટી 20 વર્લ્ડ કપમાં પહેલી વાર અમેરિકાની ક્રિકેટ ટીમ પણ રમવાની છે અને તેની કેપ્ટનશીપ એક ગુજરાતી યુવાનને સોંપાઈ છે. મૂળ ગુજરાતના આણંદ શહેરનો યુવાન મોનાંક પટેલ અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન છે.
12 જુને ભારત સામે અમેરિકા રમશે પહેલી મેચ
12 જુન ન્યૂયોર્કમાં ભારત અને અમેરિકા વચ્ચે મેચ યોજાશે જેમાં અમેરિકા વતી મોનાંક પટેલ આગેવાની કરશે જોકે ટી 20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ અને કેપ્ટનની જાહેરાત કરાઈ નથી.
કોણ છે મોનાંક પટેલ?
મોનાંક પટેલ મૂળ ગુજરાતના આણંદ શહેરનો છે. તે ગુજરાત માટે પણ રમી ચૂક્યો છે. તે 2018થી અમેરિકા માટે ક્રિકેટ રમી રહ્યો છે. 1 મે, 1993ના રોજ ગુજરાતના આણંદમાં જન્મેલા મોનાંક પટેલ જમણેરી બેટ્સમેનની સાથે સાથે વિકેટકિપર પણ છે. તે અંડર-16 અને અંડર-18 ટીમમાં ગુજરાત તરફથી રમી ચૂક્યો છે. 2010માં પટેલને અમેરિકાનું ગ્રીન કાર્ડ મળ્યું હતું. તે ૨૦૧૬ થી યુ.એસ. માં રહે છે. 2018માં આઇસીસી વર્લ્ડ ટી-20 અમેરિકાની ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં તેણે છ મેચમાં 208 રન ફટકાર્યા હતા.
Join the conversation