Bhuvneshwar Kumar: ભુવનેશ્વર કુમાર ની ઘાતક બોલિંગ આગળ જુક્યું બંગાળ, india માટે ફરી રમવા નો દાવો ઠોકયો.

 

Bhuvneshwar Kumar Ranji Trophy 2024

Ranji  Trophy 2024:ટીમ india ના ફસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર રણજી ટ્રોફી માં શાનદાર પ્રદશન કરી રહ્યા છે. Bhuvneshwar Kumar બંગાળ સામે પહિલી પારીની શરૂઆત  માં ૩ વિકેટ લીધી હતી. 

Bhuvneshwar Kumar Ranji Trophy 2024: ટીમ india ના ફસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર ઘણા સમય થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ થી દુર છે. તેણે પોતાની છેલ્લી મેચ ૨૦૨૨ માં રમી હતી. પરંતુ તે બાદ તેઓ ટીમ india માં વાપસી કરી શક્યો નથી. જયારે તેણે શાનદાર પ્રદશન કરી ને તેની વાપસી માટે દાવો કર્યો છે. તે Ranji Trophy ૨૦૨૩-૨૦૨૪ માટે ઉતર પ્રદેશ તરફથી રમી રહ્યો છે. ભુવનેશ્વર કુમારે બંગાળ સામે પારી ની શરૂઆત માં ૩ વિકેટ લીધી હતી અને ત્યાર બાદ ૪ થી વિકેટ કેપ્ટન મનોજ તિવારી ની લીધી હતી.

ભુવનેશ્વર કુમાર ની ઘાતક બોલિંગ 

ઉતર પ્રદેશ ની ટીમ પહેલા બેટિંગ કરી ને પહેલી પારી માં માત્ર ૬૦ રણ માં ઓલ આઉટ થઇ ગઈ હતી. ત્યાર બાદ બંગાળ ની તરફ થી  સૌરવ પોલ અને સ્રેયાંશ ઘોસ ઓપનીંગ કરવા આવ્યા હતા. યુપી ની પારી માં ૧૧ મી ઓવર ભુવનેશ્વર કરી રહ્યો હતો. તેણે ઓવર ની ચોથી બોલ ઉપર સૌરવ ને આઉટ કર્યો. સૌરવ ૩૧ બોલ માં ૧૩ રન બનાવી ને આઉટ થયો. એ ઓવર ની લાસ્ટ બોલ ઉપર એ વધુ વિકેટ લીધી. તેણે સંદીપ કુમાર ની જીરો રન ઉપર આઉટ કર્યો.

ભુવનેશ્વર કુમારે અનુસ્તુપ મજુમદારના રૂપમાં ત્રીજી વિકેટ લીધી  હતી. મજુમદારે 13 બોલ માં  12 રન બનાવીને આઉટ થયો હતો. ભુવનેશ્વર કુમાર  અહીં જ અટક્યો નહીં. તેણે બંગાળના કેપ્ટન મનોજ તિવારીને પણ આઉટ કર્યો. મનોજ 13 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થઇ ગયો  સમાચાર લખાય છે ત્યાં સુધી ભુવનેશ્વરે 11 ઓવરમાં 20 રન આપીને 4 વિકેટલઇ ચુક્યો છે. તેણે 3 મેડન ઓવર પણ નાખી છે.ભુવનેશ્વર કુમારી પોતાના શાનદાર પ્રદશન થી india ની ટીમ માં રમવા નો દાવો ઠોકયો છે.

ભુવનેશ્વર કુમાર તેની છેલ્લી ટેસ્ટ મેચ ૨૦૧૮ માં રમ્યો હતો. અને છેલ્લી વનડે અને ટી ૨૦ મેચ ૨૦૨૨ માં રમ્યો હતો. ત્યારબાદ થી ભુવનેશ્વર કુમાર ઇન્ડિયન ટીમ માંથી બહાર છે.