બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર ને મળ્યું ભારતરત્ન, તેમના ૧૦૦ મી જન્મ જયંતી ઉપર થઇ ઘોષણા

 

બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુર ને મળ્યું ભારતરત્ન


બે વાર બિહાર ના મુખ્ય મંત્રી રહી ચુક્યા અને જનનાયક નામ થી પ્રક્યાત કર્પૂરી ઠાકુર ને ભારત રત્ન થી નવાજવામાં આવ્યા. રાષ્ટ્પતિ દ્રોપદી મુર્મુ એ તેમની ૧૦૦ મી જન્મ જયાન્ત્તિના એક દિવસ પહેલા તેની ઘોષણા કરી. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ ના વિરોધી હતા કર્પૂરી. ૧૯૮૮ માં જયારે તેમનું નિધન થયું હતું ત્યારે તેમની પાસે રહેવાનું ઘર ના હતું. 

૨૪ જાન્યુઆરી ૧૯૨૪ માં સમસ્તીપુર માં કર્પૂરી ઠાકુર નો જન્મ થયો હતો. બાદમાં તેમના ગામ નું નામ કર્પુરીગ્રામ રાખવામાં આવ્યું હતું. તેઓ 6 વર્ષ ના થયા ત્યારે તેમનો દાખલો સમસ્તીપુર ના તાજપુર સ્કુલ માં ત્ઘયું હતો. ૧૯૩૩ માં તેમણે ૫ મુ ધોરણ પાસ કર્યું હતું. 

ભણતર છોડી ક્રાંતિના આંદોલનમાં જોડાયા 

કર્પૂરી ઠાકુરે ૧૯૩૯ માં મેટ્રિક ની પરીક્ષા પાસ કરી હતી. ત્યાર બાદ દરભંગા ના એક કોલેજ માં એડમીશન લીધું હતું. પરંતુ ભણતર ને વાચમાં છોડી કર્તીના આંદોલનમાં જોડાયા 9 ઓગસ્ટ ૧૯૪૨ માં દરભંગા માં વિદ્યાર્થીઓની બેઠક થઇ તેમાં કર્પૂરી એ ક્રાંતિકારક ભાષણ આપ્યું. તેની અસર એ થઇ કે સરકારી ભવનોમાં તિરંગો લહેરવામાં આવ્યો. અને રેલવેના પતા ઉખાડવામાં આવ્યા.

નેપાળ માં અન્ડર ગ્રાઉન્ડ રહી બંદૂક ચલાવતા શીખ્યા 

અંગ્રેજો જયારે કર્પૂરી ઠાકુર ને શોધી રહ્યા હતા ત્યારે તેઓ નેપાળ માં જીઈ ને અન્ડર ગ્રાઉન્ડ થઇ આંદોલન સાથે જોડાયેલા રહ્યા હતા. નેપાળ માં તેમની મુલાકાત જાય પ્રકાશ નારાયણ સાથે થઇ. તેઓએ નેપાળ માં સૂરંગા પહાડ માં આગન ની ટ્રેનીગ દેખી. નિત્યાનંદ સરદાર અને ગુલેલી સરદાર ટ્રેનર હતા. ત્યાં બંદૂક અને બમ ચલાવતા શીખવવામાં આવતું હતું. કર્પૂરી ઠાકુરે ત્યાં ટ્રેનીંગ લીધી હતી.